Posts

NSP નેશનલ સ્કોલરશીપ પોર્ટલ

 પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વિશેની માહિતી કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે પ્રીમેટ્રિક અને પોસ્ટ મેટ્રિક એમ બે જુદાજુદા વિભાગોમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે . શિષ્યવૃત્તિ આપવાનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ ઘટાડવાનો અને તેમને આર્થિક સહાય પહોંચાડવાનો છે .જેથી તેઓ શાળાકીય શિક્ષણ માટેની જરૂરી સામગ્રીને ખરીદી શકે અને અભ્યાસમાં આગળ વધી શકે. શૈક્ષણિક વર્ષ 2022 અને 2023 માટે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ સરકાર શ્રી દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલ છે .દરેક વિદ્યાર્થી ઓનલાઈન આ માટે અરજી કરી શકે છે .અરજી કરવા માટે નજીકના સાઇબર કાફે માં જઈને પોતાના તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરી શકે છે. વિદ્યાર્થીનું આધાર કાર્ડ ,બેંક પાસબુક ની નકલ, છેલ્લે પાસ કરેલ વાર્ષિક પરીક્ષાનું પ્રમાણપત્ર, વાલીની વાર્ષિક આવકનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર ,જે શાળા કોલેજમાં ભણતા હોય તેનું બોનાફાઇડ પ્રમાણપત્ર તેના ઉપર આચાર્ય શ્રી ના સહી સિક્કા કરેલા હોવા  હોવા જરૂરી છે. આ તમામ પ્રમાણપત્રો ઓનલાઈન સ્કેન કર્યા પછી તેની એક હાર્ડ કોપી શાળામાં જમા કરાવવી જરૂરી છે શાળા દ્વારા નિમણૂક કરેલ જે તે શિક્ષક ઉપરોક્ત

કોરોના નું ભણતર પર નુકશાન અને ઉપાયો

 કોવિડ19 ના કારણે ભણતર પર ખૂબ જ વધારે નુકસાન થયેલું છે . કોરોના કાળ પહેલા જે બાળકો શાળામાં ભણતા હતા ,તે પૈકી ઘણા બધા બાળકો શાળા છોડી ગયા છે . જે બાળકો શાળામાં આવે છે તેમનું શિક્ષણનું સ્તર પણ અત્યંત કથળી ગયું છે. ક્યાંથી શરૂ કરવું ,શું ભણાવવું અને શું ન ભણાવવું તેની કશ્મકશ તમામ શિક્ષકો અનુભવી રહ્યા છે .આઠમા ધોરણના બાળકોને પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવા ગણિતના પાયાના સિદ્ધાંતો અને નિયમો શીખવાડવાની બેવડી જવાબદારી શિક્ષકના ખભા પર આવીને ઊભી છે .ઘણા બાળકોને લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ હોવાથી સામાન્ય કક્ષાના શબ્દો પણ લખાવવાનું કામ અઘરું થઈ ગયું છે એ અત્યંત દુઃખ જનક અને ચિંતા કરવા જેવી બાબત છે. પરંતુ તેનાથી ડરવાની, નિરાશ થવાની કે ગભરાઈ જવાની જરૂર નથી. માનવી કોઈપણ બાબતને વારંવાર કરવાથી ટેવાઈ જવાનો સ્વભાવ ધરાવે છે. બાળકો વૈશ્વિક મહામારી દરમિયાન કપરી પરિસ્થિતિમાં થી ગુજર્યા છે. વાલીઓ ના ધંધા રોજગાર છીનવાય ગયાં છે . આર્થિક સંકડામણ અનુભવતા કુટુંબો માટે નાજુક સમય છે. આ બધા ની વચ્ચે એક નવી કેડી કંડારી આગળ વધવાની નેમ આપને સહુએ સાથે મળી ને લેવાની છે . શિક્ષક તરીકે આપણે માત્ર અન્ય ની જેમ કર્મચાર