NSP નેશનલ સ્કોલરશીપ પોર્ટલ

 પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વિશેની માહિતી

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે પ્રીમેટ્રિક અને પોસ્ટ મેટ્રિક એમ બે જુદાજુદા વિભાગોમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે . શિષ્યવૃત્તિ આપવાનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ ઘટાડવાનો અને તેમને આર્થિક સહાય પહોંચાડવાનો છે .જેથી તેઓ શાળાકીય શિક્ષણ માટેની જરૂરી સામગ્રીને ખરીદી શકે અને અભ્યાસમાં આગળ વધી શકે. શૈક્ષણિક વર્ષ 2022 અને 2023 માટે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ સરકાર શ્રી દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલ છે .દરેક વિદ્યાર્થી ઓનલાઈન આ માટે અરજી કરી શકે છે .અરજી કરવા માટે નજીકના સાઇબર કાફે માં જઈને પોતાના તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરી શકે છે. વિદ્યાર્થીનું આધાર કાર્ડ ,બેંક પાસબુક ની નકલ, છેલ્લે પાસ કરેલ વાર્ષિક પરીક્ષાનું પ્રમાણપત્ર, વાલીની વાર્ષિક આવકનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર ,જે શાળા કોલેજમાં ભણતા હોય તેનું બોનાફાઇડ પ્રમાણપત્ર તેના ઉપર આચાર્ય શ્રી ના સહી સિક્કા કરેલા હોવા  હોવા જરૂરી છે. આ તમામ પ્રમાણપત્રો ઓનલાઈન સ્કેન કર્યા પછી તેની એક હાર્ડ કોપી શાળામાં જમા કરાવવી જરૂરી છે શાળા દ્વારા નિમણૂક કરેલ જે તે શિક્ષક ઉપરોક્ત અરજીને વેરિફાઇડ કરશે અને શાળાના રેકર્ડ મુજબ વિદ્યાર્થીનીએ ભરેલી તમામ વિગતો યોગ્ય અને યથાર્થ છે તેની ચકાસણી કરી ઓનલાઈન authenticate અને verify કરશે.

સંપૂર્ણ પારદર્શિતા માટે જો સરકારશ્રી દ્વારા કોઈપણ વિદ્યાર્થીનું સ્કોલરશીપ નું ફોર્મ મંજૂર થાય તો તેની રકમ વિદ્યાર્થીનીના ખાતામાં સીધી જમા કરાવી દેવામાં આવે છે કોઈપણ પ્રકારની વચ્ચેપીય પદ્ધતિ અમલમાં નથી.

Comments